મોરબીના વીસીપરમા તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઝડપાયા
મોરબી: મોરબીના વીસીપરામા વિહોતમાતાના મઢ વાળી શેરી અને શક્તિ મેડિકલ પાછળની શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઈસમોને મોરબી સીટી બી ડિવિજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામા વિહોતમાતાના મઢ વાળી શેરી અને શક્તિ મેડિકલ પાછળની શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી ગોવિંદભાઈ બચુભાઈ ઓગાણીયા, લીલાબેન બચુભાઈ ઓગાણીયા, હંસાબેન મનસુખભાઇ ઓગાણીયા, વિપુલભાઈ હિંમતભાઈ સોલંકી, જયાબેન ભરતભાઈ દેલવાણીયા, તથા ભાનુબેન શંકરભાઈ ઓગાણીયા રહે. બધા વીસીપરા મોરબી વાળાને રોકડ રકમ રૂ. ૩૧૨૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.