મોરબી: મોરબી, નવરાત્રીનો તહેવાર એટલે આબલ વૃદ્ધ સૌને મનગમતો તહેવાર, નવરાત્રીમાં લોકો મનભરીને ગરબે રમીને માં જગત જનની જગદંબાની આરાધના કરે છે ત્યારે નાના ભૂલકાંઓ પણ ગરબે રમવામાં કેમ પાછળ રહે? મોરબીમાં રવાપર કેનાલ સરદાર સોસાયટીમાં આવેલ બ્લોસમ ઇન્ટરનેશનલ પ્રિ. સ્કૂલમાં ગુજરાત રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી બ્રિજેભાઈ મેરજાની ઉપસ્થિતમાં ગરબા નાઈટ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં Mother son/ Father daughter/ couple / દાદા-દાદી જેવા ગ્રુપના ગરબા રાખવામાં આવ્યા. નાની બાળાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ગરબાની શરૂવાત પેલા બાળકો તેમના માતા પિતા બધા સાથે મળી માતાજીની આરતી કરવામાં આવી હતી.નાના ભૂલકાંઓ અને તેમના મમ્મી-પપ્પા વગેરેએ ખુબજ ભક્તિભાવ પૂર્વક ગરબાનો લાભ લીધો હતો.
સમગ્ર ગરબા નાઈટનું સુંદર વ્યવસ્થાપન નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી તેમજ બ્લોસમ સ્કૂલના તમામ સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા વડોદરા અને સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમો શાહરૂખભાઇ ઇકબાલભાઇ અલીભાઇ બુચડ (ઉ.વ.૩૧) રહે. મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ તથા સાહિલભાઇ કરીમભાઇ રમજાનભાઇ ચાનીયા (ઉ.વ.૨૩)...