Tuesday, February 11, 2025

મોરબીની PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ કર્યું અનોખું કાર્ય 40 કિલ્લો પતંગના દોરા એકત્ર કર્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં દરરોજ કંઈક ને કંઈક નોખું અનોખું કાર્ય થતું જ રહેતું હોય છે, એમાંય શાળાઓમાં પણ સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે, એ અન્વયે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મકરસંક્રાંતિના દિવસે લોકોએ એકબીજાની કાપેલી પતંગના દોરા રસ્તામાં જ્યાં ત્યાં લબળતા હોય,લટકતા હોય, રખડતાં હોય એના કારણે બાઈક પર જતાં ઘણા બધા લોકોના ડોકામાં ઈજા પહોંચતી હોય છે, ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે એ બધા દોરા શાળાની 400 જેટલી બળાઓએ શાળાએ આવતા જતા તેમજ પોતાના રહેઠાણ વિસ્તારમાંથઈ ચાલીસ કિલ્લો જેટલા દોરા એકત્ર કર્યા હતા.

જેથી રસ્તે જતા લોકોને આ દોરાઓથી નુકસાન ન થાય, એકત્ર કરેલા આ બધા દોરા કર્તવ્ય જીવદયામાં અર્પણ કરીને શાળાની નાની નાની બાળાઓએ માનવતાનું મહામુલું કાર્ય કરવા બદલ શાળા પરિવારે તેમજ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા તેમજ કર્તવ્ય જીવદયાના કાર્યકર્તાઓએ તમામ બાળાઓને ધન્યવાદ આપ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર