મોરબી: કન્યાઓના સર્વાંગી વિકાસ અને દ્રષ્ટિ સંરક્ષણના આશયથી તેમજ પ્રિન્સિપાલ નીતાબેન મેરજાના માર્ગદર્શન તથા તમામ શિક્ષકગણની સહકારથી , Eyefoster.com કંપનીના રવાપર રોડ પર આવેલા ચશ્મા ઘરની ટીમ દ્વારા આવતીકાલે તારીખ ૨૪ જુન ને મંગળવારના રોજ મોરબીની શ્રીમતી ડી.જે. પટેલ કન્યા છાત્રાલય ખાતે નિઃશુલ્ક દ્રષ્ટિ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં વિદ્યાર્થિનીઓના આંખોના નંબર સહિતની વિગતવાર તપાસ કરવામાં આવશે.
કેમ્પના મુખ્ય હેતુઓ:
કન્યાઓના દ્રષ્ટિ સ્વાસ્થ્યમાં સુધારો લાવવો, સ્કૂલ અને કોલેજ લેવલે વાંચન દરમિયાન થતી આંખોની તકલીફ દૂર કરવી, સમયસર દ્રષ્ટિ નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવું, સશક્ત અને આરોગ્યદાયક ભવિષ્ય માટે કન્યાઓને દ્રષ્ટિ પરિચર્યા વિશે જાગૃત કરવી. તમેજ આ કેમ્પનો લાભ લેવા તમામ વિદ્યાર્થીનીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે હળવદ બાયપાસ ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂની 456 બોટલો સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-456 કિં રૂ....
હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં આવેલ બુટ ભવાની માતાજીના મંદિર જવાના પાટીયા પાસે આવેલ ચોકડી ઉપર ત્રણ શખ્સો બોલેરો ગાડીમાં આવી આધેડને કહેલ ભલગામડા ગામમાં આવેલ ૨૨૦ કે.વી. સબસ્ટેશન બનતું જેમા તમે કેમ અમારી રેતી નાખવા નથી દેતા તેમ કહી આધેડને ત્રણ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી...