Tuesday, February 11, 2025

મોટા દહીસરા તાલુકાશાળા તથા ગૃપશાળામાથી બદલી પામેલ આઠ શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મીં): શ્રી મોટા દહિંસરા તાલુકાશાળા તથા ગૃપશાળામાંથી બદલી પામેલ આઠ જેટલા શિક્ષકોનો સનાતન હોટલ બરવાળા ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના મુખ્ય આયોજક અભિજ્ઞાબેન કાંજિયા તેમજ બદલી પામેલ તમામ શિક્ષકો તરફથી ગૃપના તમામ શિક્ષકોને લેધરબેગ તેમજ માળિયા (મિં)તાલુકા શિક્ષણશાખાને એરકુલર ભેટ આપવામાં આવેલ તથા ગૃપના તમામ શિક્ષકો દ્વારા વિદાય લઈ રહેલા તમામ શિક્ષકોને પ્રશસ્તિપત્ર તથા મોમેન્ટો આપવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ તથા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેથરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખિરસરા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઇ હુંબલે વિશેષ જહેમત ઊઠાવેલ હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાના દહિંસરા પ્રાથમિક શાળાના આચાર્ય કાંતિલાલ માનસેતાએ કર્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર