સોશિયલ મીડિયાનો ઉપયોગ થવાને બદલે દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સૌશિયલ મીડિયાના દુરુપયોગથી અનેકની જિંદગી અને આબરૂ સાથે રમત રમાય છે. આવો જ એક કિસ્સો ગોંડલના મોવિયા ગામમાં બન્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલ તાલુકાના મોવિયા ગામની માત્ર બાર વર્ષની સગીરાના સંપર્કમાં આવેલા શખસે અન્ય બે શખસની મદદથી અપહરણ કરી ગોંડલ લઈ ગયો હતો. અહીં એકે દુષ્કર્મ આચર્યું હતું અને બીજાએ અડપલાં કર્યાં હતાં. આ અંગેની પોલીસ ફરિયાદ ગોંડલ પોલીસમાં નોંધાઇ છે. દુષ્કર્મ આચરનાર શખસના સાથીદારે સગીરા સાથે અડપલાં કરી હેવાનિયતની હદ વટાવી હતી.ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી માતા-પિતા વિનાની સગીરાના સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલનો વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી (રહે. આસોપાલવ સોસાયટી) સંપર્કમાં આવ્યો હતો. તેના બે મિત્રો અક્ષય કિશોરભાઈ સોલંકી (રહે. 31 ભોજરાજપરા, પારસ રેસિડેન્સી) અને અવિ મુકેશભાઈ સોલંકી (રહે. આસોપાલવ પાર્ક)એ અપહરણ કર્યું હતું.

બાદમાં વિરાજે માત્ર બાર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી હેવાનિયતની હદ વટાવી દીધી હતી. હેવાનિયત આટલેથી અટકતી ન હોય તેમ અક્ષય સોલંકીએ સગીરા સાથે અડપલાં કર્યા હતા, જ્યારે અવિ સોલંકીએ અપહરણ કરવામાં પોતાની કારનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 363, 366, 376, 354 (A), 114, પોક્સો કલમ 4, 8, 17 મુજબ ગુનો નોંધી પીએસઆઇ એમ.જે. પરમાર આરોપીઓને ઝડપવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.દુષ્કર્મ આચર્યા બાદ સગીરાને પાંજરાપોળ પાસે છોડી દીધી હતી.

આવા માનવતાને શર્મશાર કરનારા અનેક બનાવો રાજકોટમાં દિવસેને દિવસે વધી રહ્યા છે,4 મહિના પહેલાં રાજકોટના કુવાડવા પાસે આવેલા એરપોર્ટ પોલીસ મથક હેઠળના બારવણ ગામમાં 6 વર્ષની બાળાને 20 વર્ષના નરાધમે પીંખી નાખ્યાની ઘટના સામે આવી હતી.બાદમાં ઘરે આવેલી બાળા ધ્રુસકે ધ્રુસકે રડી હતી. પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતાં એરપોર્ટ પોલીસે હવસખોર રામલાલની ધરપડક કરી જેલહવાલે કર્યો હતો. બીજો એક બનાવ જેમાં રાજકોટમાં 14 વર્ષ પહેલાં વિધવા સાથે લગ્ન કર્યા બાદ તેની બે પુત્રી પર સાવકા પિતાએ છેલ્લાં ત્રણ વર્ષમાં અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું.મોટી પુત્રી સાસરે જવાની હોઈ બે મહિનાથી સગીરવયની સાવકી પુત્રી સાથે જબરદસ્તી કરી શરીરસંબંધ બાંધતો હતો. કોરોના વોર્ડમાં વૃદ્ધા સાથે તબીબે દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના પણ સૌના હૃદય ધુજાવી દે તેવી જ છે.

24 કલાકમાં 2ના મોત, બપોર સુધીમાં 16 કેસ, વિદેશ ભણવા ઇચ્છુક વિદ્યાર્થીઓને વેક્સિન મૂકવા માટે મનપાએ વેબસાઇટ જાહેર કરી છે.ગઇકાલે રાજકોટમાં 88 કેસ નોંધાયા હતા.સૌ.યુનિ.નો સર્વે કહે છે કે હવે લોકોમાં મોબાઇલ વગર ન રહી શકવાની ‘નોમોફોબીયા’ની માનસિક બીમારી વધી, સૌથી વધુ કિશોરો અને યુવાનો શિકાર બન્યા છે. મનોવૈજ્ઞાનિકોના મત મુજબ સ્માર્ટ ફોનનું વ્યસન કેફી પદાર્થ કે પીણાઓ કરતા પણ વધુ નુકસાનકારક છે.સૌ.યુનિ.નું વિશ્લેષણ જણાવે છે કે કોરોનાને કારણે 45 ટકા લોકો વારંવાર મૂડ પરિવર્તન એટલે કે ‘બાયપોલર ડિસઓર્ડર’નો ભોગ બન્યા, ઘણા મહિના સુધી ઉદાસ રહે છે. દુ:ખના સમયે નકારાત્મક વિચારો અને વધારે ખુશીનાં કારણે મનમાં મોટા- મોટા વિચારો આવે છે.લોકો ઉપચારથી આ વિકૃતિમાંથી સાજા થઈ સારી રીતે કાર્ય કે અભ્યાસ કરી શકે છે.