મુંબઇમાં રહેતા 74 વર્ષના ઓટો ડ્રાઈવર દેશરાજ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દેશરાજે કહ્યું કે તેણે તેની પૌત્રીને ભણાવવા પોતાનું ઘર વેચી દીધું હતું અને તે બે દાયકાથી પણ વધુ સમયથી પોતાની રિક્ષાને ઘર બનાવીને રહે છે. તેની વાર્તા સાંભળીને હજારો લોકો ભાવુક થઈ ગયા અને હવે તેમના માટે નાણાં એકત્ર કરવામાં આવ્યા છે અને દેશરાજને 24 લાખ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય ‘હ્યુમ્સ ઓફ બોમ્બે’ નામનું એક પેજ પર, આ માણસની કહાની સૌથી પહેલાં બહાર આવી હતી, જેના પછી દેશરાજ ખૂબ વાયરલ થયા હતા. તેની કહાની સાંભળીને ઘણાં સોશ્યલ મીડિયા વપરાશકર્તાઓ લાગણીશીલ બની ગયા અને દેશરાજ માટે ભંડોળ એકત્ર કરવાની કોશિશ શરુ કરવામાં આવી. દેશરાજ માટે 20 લાખ રૂપિયા ભંડોળ એકત્ર કરવાનો લક્ષ્યાંક હતો, જોકે આ લક્ષ્યાંક ઓળંગી ગયો હતો અને તાજેતરમાં જ તેને 24 લાખ રૂપિયાનો ચેક મળ્યો છે જેથી તેઓ પોતાના માટે ઘર લઇ શકે. આ પેજના કેપ્શનમાં લખ્યું હતું કે દેશરાજજીને લોકોનો ઘણો સપોર્ટ મળ્યો છે. લોકોના પ્રયત્નોને લીધે, આજે તેમની પાસે એક નિશ્ચિત છત છે અને તેઓ આ મકાનમાં તેમની પૌત્રીને ભણાવી ગણાવીને શિક્ષક પણ બનાવી શકશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સોશ્યલ મીડિયા પર લોકોએ પણ આ પોસ્ટની પ્રશંસા કરી દેશરાજને શુભેચ્છાઓ મોકલી હતી. નોંધપાત્ર વાત એ છે કે, દેશરાજના બંને પુત્રો થોડા વર્ષોમાં જ મૃત્યુ પામ્યા હતા. જે બાદ, 7 લોકોના પરિવારમાં તેના પર જવાબદારી થોપાઈ હતી. પત્ની બીમાર પડ્યા પછી દેશરાજની આર્થિક સ્થિતિ પણ કથળી બની હતી. દેશરાજ મુંબઇમાં રીક્ષા ચલાવતા અને તે આખો દિવસ રિક્ષામાં જ સુઈ જતા. જો કે, આ બધી મુશ્કેલીઓ હોવા છતાં, તે તેની પૌત્રીને ભણાવવા માટે હમેશા તત્પર રહેતા હતા. અને આવા જ તેના દ્રઢ નિશ્ચયથી સોશ્યલ મીડિયામાં લોકોએ તેની ઉમદા પ્રશંસા કરી હતી.
મુંબઇ: ઓટો ડ્રાઈવરે પૌત્રીને ભણાવવા માટે ઘર વેચ્યું, મળ્યું 24 લાખનું ઈનામ.
વધુ જુઓ
કોરોના વેક્સીન લીધા પછી જ ગોવા ટ્રીપ કરી શકશો,ગોવાના પર્યટન મંત્રીએ લીધો નિર્ણય
ગોવાના પર્યટન પ્રધાન મનોહર અજગાંવકરે ગુરુવારે કહ્યું હતું કે ટૂરિઝ્મને એક વાર ખોલવું પડશે પરંતુ તે લોકો માટે જ જેમણે રસીના બંને ડોઝ મેળવ્યા છે. પર્યટન પ્રધાને કહ્યું, 'મારો અંગત મત છે કે એકવાર રસીકરણના બંને ડોઝ પૂર્ણ થયા પછી જ લોકોને અહીં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. અમારે ગોવા...
સૂર્યગ્રહણ 2021: જાણો ક્યાં દેખાશે સૂર્યગ્રહણ ? સાથે જ ગ્રહણ દરમિયાન શું સાવચેતી રાખવી અને તેના વિશેની બધી જ માહિતી જાણો.
સૂર્યગ્રહણ 2021 અપડેટ્સ: આજે એટલે કે 10 જૂનના રોજ વિશ્વભરના લોકો સૂર્યગ્રહણનો નજારો જોશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે બપોરે શરૂ થશે. ગ્રહણ બપોરે 01:42 થી શરૂ થઈ અને સાંજે 06:41 સુધી ચાલશે. આ સૂર્યગ્રહણ ભારતમાં જોઇ શકાશે નહી. જેના કારણે આ સૂર્યગ્રહણની સુતક અવધિ માન્ય રહેશે નહીં. આ ગ્રહણ...
મુંબઈમાં બિલ્ડિંગ ધરાશાયી: મલાડમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 11 લોકોનાં મોત, મકાન માલિક અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવામાં આવશે
બુધવારે મોડી રાત્રે મુંબઈના મલાડ વેસ્ટમાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં ન્યૂ કલેક્ટર કમ્પાઉન્ડમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી. ૧૧ લોકો માર્યા ગયા હતા જ્યારે અન્ય ૭ ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓછામાં ઓછા 18...