Friday, February 13, 2026

નગરપાલિકા ટકાવારી વાળા વાયરલ વિડિયો અંગે એસીબીને રજૂઆત, લાલાને બહાર લાવવાની માગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

થોડા સમય પહેલા મોરબી નગરપાલિકા ના પ્રમુખના પતિ અને નગરપાલિકા કાઉન્સિલર ના પતિ વચ્ચેનો વિડીયો વાયરલ થયો હતો જેમાં કાઉન્સિલર ના પતિ પ્રમુખનાં પતિ દ્વારા છ ટકા કમિશન લેતા હોય અને જેનો વહીવટ લાલો કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે આ લાલો કોણ છે અને તેને બહાર લાવવા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા એસિબિમા રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ પ્રમુખ તેમજ મોરબી ના રહેવાસી રમેશભાઈ રબારી એસીબીને રજૂઆત કરી શકે કે, મોરબી નગરપાલિકામાં પ્રમુખના પતિ દ્વારા 6% કમિશન લાલો લઈ ગયો છે તેવી વાત કરવામાં આવી છે તે લાલો કોણ છે તો તપાસનો વિષય છે અને લાલો ઉર્ફે લાલાભાઇ કાળુભાઈ પરમાર નહીં પરંતુ જે કોઈ અન્ય કોન્ટ્રાક્ટર હોવાનું સામે આવેલું છે જેથી પાલિકામાં આ કોણ લાલો વહીવટ કરી રહ્યો છે. તે અંગે તપાસ કરી પાલિકામાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે અને સત્ય શું છે તે બહાર લાવવા તપાસ કરવાની માંગ કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર