નેશનલ ગેમ્સ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવયુગ કોલેજ ખાતે યોજાશે
૧૨ મી સપ્ટેમ્બરે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત કાર્યક્રમ યોજાશે
૩૬મી નેશનલ ગેમ્સ અન્વયે જાગૃતિના ભાગરૂપે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ૧૨મી સપ્ટેમ્બરે યોજાશે.
૩૬મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય અને રમત-ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન અને સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ કાર્યક્રમ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ૧૨મી સપ્ટેમ્બરે સવારે ૯:૩૦ કલાકે નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર, મોરબી ખાતે યોજાશે.
આ પ્રસંગે જિલ્લાના પદાધિકારી/અધિકારી તથા જિલ્લામાંથી યુવાનો અને વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહેશે.