Saturday, July 27, 2024

કાંતિભાઈ અમૃતિયા અને અધિક કલેકટર દ્વારા રોડ વન વે કરવાની વાત ફકત લોલીપોપ !!!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીનાં બોરીયાપાટી થી દલવાળી સર્કલ સુધીનો રોડ વન વે અને નો પાર્કિંગ ઝોન કરવાની વાત ફકત લોલીપોપ !!!

મોરબીમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સાબીત થઇ રહી છે ત્યારે મોરબીનાં કેટલાક રોડ વન વે જાહેર કરી ને ટ્રાફિકની સમસ્યા હળવી બનાવી શકાય તેમ છે

આજ બાબતે અવની ચોકડી ના કેટલાક લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે તેમજ મોરબીના ધારાસભ્ય અને મોરબીનાં અધિક કલેકટર અવની ચોકડી ખાતે એક ખાત મુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહેલ તે દરમિયાન રૂબરૂ આ બાબતની મૌખિક રજૂઆત પણ કરી હતી

ત્યારે જોસ માં આવી જઇને કાંતિભાઈ અમૃતિયા એ આ બાબતે ડંફાસો કરતા જણાવ્યું હતું કે ૨-૩ દિવસમાં જ આ રોડ વન વે કરાવી આપીશ અને સ્થળ પર હાજર અધિક કલેકટર એન.કે. મુછાર ને આ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવા પણ કહ્યું હતું અને અધિક કલેકટર એન.કે. મુછારે પણ આ બાબતે ૨-૩ દિવસમાં જાહેર નામુ બહાર પાડી ને આ રોડ વન વે તેમજ નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરી ટ્રાફિક ની સમસ્યા માંથી બહાર કાઢવા પ્રયાસ કરવામાં આવશે તેવી વાત મીડિયાની હાજરીમાં કહી હતી પણ ..મજાની વાત તો એ છે કે એ વાત ને મહિનાઓ વીતી ગયા છતાં આજ દિવસ સુધી આ રોડ વન વે થયો નથી

શું કોઈ અન્ય નેતાના દબાવમાં કે કોઈ મોટા બિલ્ડરોના ઇશારે આ રોડ વન વે કરવામાં આવતો નથી તેવી પણ ચર્ચા થઈ રહી છે કેમ કે આ રોડ પર મોટા મોટા બિલ્ડરોનાં એપાર્ટમેન્ટ આવેલા છે જેમાં કોઈ પણ પ્રકારની પાર્કિગની સુવિધાઓ નથી જેથી આ એપાર્ટમેન્ટ નાં રહીશો દ્વારા પોતાના વાહનો આ રોડ પર પાર્કિંગ કરી દેવામાં આવે છે તેમજ મોટા ગજાના નેતા નાં શોપિંગ માર્કેટો આવેલા ધારાસભ્યની ઓફિસ આવેલી છે જેના કારણે જો આ રોડ વન વે થઈ જાય તો આ લોકોને પોતાના વાહનો આડેધડ પાર્ક કરવામાં તકલીફો પડે તેમ છે જેના કારણે પણ ક્યાંક ને ક્યાંક આ રોડ વને કરવામાં આવતો નથી

જો ખરે ખર કાંતિભાઈ અમૃતિયા ની કરની અને કથની ફેર નાં હોઈ અને અધિક કલેકટરે જાહેરમાં લોકોને આપેલું આશ્વાસન ખોટું ન હોઈ તો પ્રજાને પડતી હાલાકી માંથી બહાર કાઢવા માટે તાત્કાલિક આ આખો રોડ વન વે કરવો જોઈએ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર