મોરબીનાં પીપળીયા ચોકડી થી આગળ વર્ષામેડી જવાના રસ્તે આવેલ ગુરુકૃપા મીલ નામની સાબુની ફેકટરીમાં રાત્રીના 3 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ લાગી
જેથી મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસસ ને જાણ કરતા મોરબી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ પાણીનો મારો ચલાવીને અંદાજીત એક જ કલાકમાં આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતી
સદ નસીબે આ આગની ઘટનામા કોઈ જાનહાની થયેલ નથી અને આ આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી
મોરબી: મોરબીના જુના જાંબુડીયા ગામના પાટીયા પાસે એસ્સાર પેટ્રોલપંપની બાજુમાં મઢુલી રામદેવ હોટેલમાં સગીર કિશોરીને મજુર તરીકે કામે રાખી કામ કરાવી શારીરિક શોષણ કરતા હોટલ માલિક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી AHTU ભરતસિંહ બી ડાભીએ આરોપી ભીમરામ હિન્દુરામ ખારા (ઉ.વ.૩૫) રહે....