Friday, May 23, 2025

રીક્ષામાં ભુલાઈ ગયેલ કી.રૂ.૯૦,૦૦૦/- નો રાખડી ભરેલ થેલો મુળ માલીકને પરત અપાવતી ટીમ નેત્રમ મોરબી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તા.૨૮-૦૮-૨૦૨૩ના રોજ અરજદાર દિલીપભાઇ નટવરલાલ પટણી હાલ રહેવાસી- ત્રણ માળીયા હાઉસીંગ બોર્ડ,મોરબી મૂળ રહેવાસી- અમદાવાદ વાળા રક્ષાબંધન નિમીતે રાખડી વેચવાનો છૂટક વ્યવસાય મોરબી ખાતે કરતાં હોય જે વ્યવસાય અર્થે તેઓ રાખડી ભરેલ યેલાઓ લઇ નટરાજ ફાટક થી ત્રાજપર ચોકડી તર્ક રીક્ષામાં જતાં હતા તે દરમ્યાન પોતાનો રાખડી ભરેલો એક થેલો કી.રૂ.૯૦,૦૦૦/- નો રિક્ષામાં ભૂલી ગયેલ હતા.

જેથી તેઓએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી અરજી કરેલ હતી. જે અરજી અનુસંધાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ-મોરબીના MISWAS Project અંતર્ગત લાગેલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતાં ટીમ નેત્રમ દ્વારા સદર રીક્ષાને શોધી રીક્ષા માલીકનો સંપર્ક કરી રાખડી ભરેલ થેલો પરત મેળવી મૂળ માલીકને ગણતરીની કલાકોમાં રાખડી ભરેલ થેલો પરત અપાવેલ હતો. મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ ત્વરીત કાર્યવાહી બદલ અરજદારે મોરબી પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર