મોરબીમાં રવાપર રોડ પર આવેલ સેલ કંપીના પેટ્રોલપંપની સામે એક્સીસ બેંકનું એટીએમ તોડવાનો ચોરે પ્રયાસ કર્યો હતો. હાલ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ તપાસમાં આરોપી મીલન જાદવનુ નામ સામે આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં રહેતો આરોપી મીલન જાદવ નામનો શખ્સ મોરબીમાં રવાપર રોડ પર આવેલ સેલ કંપીના પેટ્રોલપંપની સામે એક્સીસ બેંકના એટીએમમાં મોડી રાત્રીનાં સમયે આવી એ.ટી.એમ.મશીનની ચેસ્ટના ભાગે હથોડી,ટાંકણુ તથા છરી જેવા હથીયાર વડે એ.ટી.એમ. મશીનમાં તોડી- ખોલી નુકશાન કરી એ.ટી.એમ.મશીનમાં રહેલ રોકડ રૂપીયાની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરબી સીટી એ ડીવિઝન પોલીસે તપાસ હાથ ધરતા એટીએમ તોડવાનો પ્રયાસ મીલન જાદવ નામના શખ્સે કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૦,૪૬૧,૫૧૧ મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં વાલીઓ અને યુવતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં રહેતી એક યુવતીને કોલેજ કાળ દરમિયાન એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય અને ત્યારબાદ યુવકની સગાઇ અને લગ્ન થઇ ગયેલ હોય અને યુવતીએ યુવકને હવે સંબંધ નહી રાખવા જણાવેલ હોય તેમ છતા યુવકે બળજબરી પૂર્વક...
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪૮ બેટરી જેની હાલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની મત્તાની બેટરીની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના પેઢડા ગામે...