મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાંધકામની મંજૂરી આપવી તેવા પરિપત્ર રદ અંગેના ઠરાવની નકલ આપવા અંગે DDOને રજૂઆત
મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ડી.ડી.ઓ. ના બાંધકામ મંજુરી અંગેના પરિપત્ર રદ અંગેના ઠરાવની નકલ આપવા બાબતે મોરબી આમ આદમી પાર્ટીના મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા મોરબી ડીડીઓને મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્રારા બાંધકામ મંજુરી ગ્રામ પંચાયતમાં આપતા પહેલા તાલુકા વિકાસ અધિકારીનો તાંત્રીક અભીપ્રાય મેળવીને જ ગ્રામ પંચાયતે બાંધકામ મંજુરી આપવી તેવો પત્ર-પરિપત્ર રદ અંગે જીલ્લા પંચાયતની તા-૦૨/૦૧/ ૨૦૨૬ સામાન્ય સભામાં થયેલ ઠરાવની નકલ તથા ડી.ડી.ઓ. મોરબી એ ટી.ડી.ઓ તથા ગ્રામ પંચાયતો ને જાણ અંગે લખેલ પત્રની નકલો આપવી તથા જો ડી.ડી.ઓ. મોરબી એ ટી.ડી.ઓ તથા ગ્રામ પંચાયતો ને જાણ ન કરેલ હોય તો ક્યાં કારણથી જાણ નથી કરી તેની માહીતી તથા ડી.ડી.ઓ. મોરબી એ ટી.ડી.ઓ તથા ગ્રામ પંચાયતો ક્યારે જાણ કરશે? એની માહીતી આપવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ડીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો પરીપત્રો રદ કરવાની જાણ જો કરવી પડશે તો ખુબ જ ટુંકા સમયમાં અમારા દ્વારા કરવામાં આવશે એવી બાંહેધરી આપવામાં આવી છે.