મોરબીમાં મુસાફરોનું રજીસ્ટ્રેશન પથીક સોફ્ટવેરમાં ન કરતા હોટલ સંચાલક સામે કાર્યવાહી
મોરબી: મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગને કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહ્યા છે. ત્યારે ગુન્હાખોરી અટકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરપ્રાંતીય મજૂરોની નોંધણી અને ભાડુઆતોની નોંધ માટે એસ્યોર મોરબી એપ અમલી બનાવી હોવા છતાં પણ લોકો દ્વારા આવી નોંધ ન કરાતી હોય જથી મોરબી પોલીસ દ્વારા જિલ્લાના જાહેરનામા ભંગ બદલ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં મુસાફરોનુ રજિસ્ટ્રેશન ન કરતા ભુરા હોટેલના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી શક્તિ ચેમ્બરની બાજુમાં ક્રિશ્ના ચેમ્બરમાં આવેલ ભુરા હોટેલના સંચાલક નારણભાઈ પરસોતમભાઈ સીતાપરા (ઉ.વ.૩૭) રહે. ઉમીયાનગર સોસાયટી પાછળ મોરબી વાળા ભુરા હોટેલના સંચાલક હોય તેણે પોતાના કબ્જા ભોગવટા વાળી હોટલમાં પથીક સોફ્ટવેરનો આ હોટલમાં તા. ૨૫-૦૫-૨૦૨૩ તથા ૩૦-૦૫-૨૦૨૩ ના રોજ આવેલ મુસાફરોની એન્ટ્રી કરેલ ન હોય જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી ભુરા હોટેલના સંચાલક નારણભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.