Thursday, April 18, 2024

PM મોદી : ટીમ ઈન્ડિયાની જીતને જીવનમાં ઉતારવાની જરૂર, તેનાથી બધાને મોટો બોધ પાઠ મળ્યો !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ચાર મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમે જે રીતે બાઉન્સ કર્યું તે સરળ નહોતું. ભારત માટે પહેલી ટેસ્ટ ગુમાવવી અને તે મેચમાં 36 રનમાં ઓલઆઉટ થવું એ કોઈ મોટા આંચકાથી ઓછું નહોતું.ટીમનો શ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી પણ ટીમ સાથે ન હતો, તેમ છતાં, ટીમ ઈન્ડિયા બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળીને સિરીઝમાં 2-1થી જીત મેળવી તે ખરેખર શ્રેષ્ઠ બાબત કહી શકાય

જે રીતે ભારતીય ટીમે અજિંક્ય રહાણેની કેપટનબાજી નીચે, સતત બીજી વાર કાંગારૂ ટીમને તેમની ધરતી પર પરાજિત કરી, બધાએ તેની પ્રશંસા કરી અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય ટીમને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા. હવે ફરી એકવાર દેશના વડા પ્રધાને ભારતીય ટીમની આ સકારાત્મક જીતની ચર્ચા કરી.પીએમ નરેન્દ્ર મોદીએ તેજપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન, વડા પ્રધાને જણાવ્યું હતું કે તમે કેવી રીતે સકારાત્મક માનસિકતા દ્વારા જીવનના સૌથી મોટા પડકારોને દૂર કરી શકો છો. ટીમ ઈન્ડિયાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, પ્રથમ મેચમાં લડ્યા બાદ ભારતીય ટીમે જે રીતે મુશ્કેલ ટેસ્ટ શ્રેણી જીતી હતી તેમાંથી આપણે શીખવાની જરૂર છે. ટીમ ઈન્ડિયાની આ જીત આપણા મોટાભાગના લોકો માટે એક મોટો પાઠ હતો. આમાંથી આપણે ફાઇટબેક કેવી રીતે કરવી અને આપણી મુશ્કેલીઓને કેવી રીતે દૂર કરવી તે શીખવાની જરૂર છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર