Thursday, April 25, 2024

BCCI એ કરી જાહેરાત,19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે IPL, આ દિવસે રમાશે ફાઇનલ મુકાબલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ભારતમાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની (બીસીસીઆઈ) બહુચર્ચિત ટી-20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો અંગે ઘણી વાતો થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટુર્નામેન્ટની બાકીની 31 મેચો અંગે ઘણું કહેવામાં આવ્યું છે પરંતુ હવે બોર્ડના વાઇસ ચેરમેને નિવેદન આપીને તેનો અંત લાવી દીધો છે. રાજીવ શુક્લાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ ટુર્નામેન્ટ ૧૯ સપ્ટેમ્બરથી યોજાશે અને ફાઇનલ મુકાબલો ૧૫ ઓક્ટોબરે રમાશે.

બુધવારે આઈએનએસ સાથે વાત કરતાં બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવે આઇપીએલ-2ની બાકી રહેલી મેચ અંગે તમામ અટકળોનો અંત આણી દીધો હતો. તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે, “આઇપીએલ 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે યોજાશે.”

આઇસીસીએ બુધવારે કહ્યું હતું કે, ટી-20 વર્લ્ડ કપ યોજાશે અને તેની તારીખો જુલાઈમાં રિલીઝ કરવામાં આવશે. આઇસીસીના અધિકારીએ કહ્યું, ” ટી-20 વર્લ્ડ કપની તારીખ અને સ્થળ વિશેની તમામ માહિતી જુલાઈમાં જ આપી શકાશે, આ સમયે અમે આ અંગે કોઈ નિવેદન આપી શકીશું નહીં. પરંતુ આઇસીસીની કોઈ પણ ઇવેન્ટ પહેલા કોઈ અંતર રાખવાનો કોઈ નિયમ નથી. આઇસીસીને ઇવેન્ટ અનુસાર પીચ અને ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે ઓછામાં ઓછા ૧૦ દિવસની જરૂર છે. તે એક ધોરણ પણ છે, કોઈ નિયમ નથી. ”

ઉલ્લેખનીય છે કે મંગળવારે જ એવા સમાચાર આવ્યા હતા કે આઇસીસીને આઇપીએલના કાર્યક્રમથી અચકાટ છે. ટુર્નામેન્ટની ફાઈનલ ૧૫ ઓક્ટોબરે રમાવાની છે અને ટી-૨૦ વર્લ્ડ કપના ક્વોલિફાયર્સ મુકાબલાનું આયોજન ૧૭મી તારીખથી યોજાવાનું છે. બંને ટુર્નામેન્ટ વચ્ચે આટલા ટૂંકા દિવસના અંતરસાથે આઇસીસી આઇપીએલના શેડ્યૂલમાં ફેરફાર ઇચ્છે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર