પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની શુભેચ્છા મુલાકાતે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
સ્વતંત્રતાના 75 વર્ષ થાય આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રીના આહવાન હર ઘર તિરંગા અન્વયે મોરબી ના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આજે 08-08-2022 ના રોજ દેશના વડાપ્રધાન મોદીજીની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીની મુલાકાતની સાથે સાથે કાંતિભાઈ અમૃતિયાએ નવી દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીજી ની પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.