Saturday, August 16, 2025

રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 11 સપ્ટેમ્બરના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા યોજાનાર આ સરસ્વતી સન્માન સમારોહમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ 1લી સપ્ટેમ્બર રાખવામાં આવી છે. અંતિમ તારીખ બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેથી જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ ફોર્મ મેળવીને પરત કરવા પ્રમુખ સુનિલભાઈ ચંદારાણાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે મોરબીના કુબેરનાથ મંદિરવાળી શેરીમાં આવેલા મનોજ ઝેરોક્ષ, નવાડેલા રોડ પર આવેલા દરિયાલાલ આલુ ભંડાર અને નવા બસ સ્ટેન્ડની સામે આવેલા કેવિન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

આ સન્માન સમારોહ 11 સપ્ટેમ્બર ને રવિવારના રોજ લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજાનાર છે. વધુ માહિતી માટે પ્રમુખ સુનિલભાઈ ચંદારાણા તથા પ્રોજેક્ટ ચેરમેન રવિભાઈ કોટેચાનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર