રાજસ્થાનમાં કોવિડ -19 ના કેસોમાં થતા ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સોમવારથી 15 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે અને તે 3 મે સુધી અમલમાં રહેશે. રાજસ્થાનમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે અશોક ગેહલોત સરકારે રવિવારે મોડી રાત્રે નવી માર્ગદર્શિકા બહાર પાડી. આ અંતર્ગત સોમવારથી 3 મે સુધી જન અનુસાશન પખવાડિયું રહશે. જેમાં તમામ વ્યાપારી મથકો અને બજારો બંધ રહેશે. શુક્રવારે સાંજે 6 થી સોમવારે સવારે 5 વાગ્યા સુધી જે રીતે નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યુ હતું. તેને હવે જન અનુસાશન પખવાડિયાનું નામ આપવામાં આવ્યું છે, જ્યારે સ્થિતિ કર્ફ્યુ જેવી જ રહેશે. રાજ્યની સરહદ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. બહારથી આવતા લોકોને 72 કલાકની અંદર આરટીપીસીઆર રિપોર્ટ બતાવ્યા પછી જ પ્રવેશ આપવામાં આવશે. આવશ્યક સેવાઓ સિવાય બાકીની તમામ ઓફિસો બંધ રહેશે. ફક્ત ખાદ્ય પુરવઠો, ટેલિફોન, જાહેર પરિવહન, મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેર વિકાસ ટ્રસ્ટ, વીજળી, પાણી અને તબીબી વિભાગો ખોલવામાં આવશે. તેમની સાથે જોડાયેલા કર્મચારીઓને ઓળખ કાર્ડ બતાવીને આવવા જવાની સુવિધા મળશે. મેડિકલ સ્ટોર્સ, કરિયાણા, શાકભાજી અને દૂધની દુકાનો ખુલી રહશે અને રાજ્યમાં અને રાજ્યની અંદર માલસામાન પરિવહન કરતા વાહનો, હાઈવે પરના ભોજનાલય અને વાહનોના રિપેરિંગ કરતી દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પહેલાની જેમ 50 લોકોને લગ્ન સમારોહમાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે અને 20 લોકો અંતિમ વિધિમાં ભાગ લઇ શકશે. મનરેગામાં કામ કરતા મજૂરોને કામ પર જવા દેવાશે.
જાણો શું બંધ રહેશે, શું ખુલ્લું રહેશે.
જરૂરી ઘરેલુ વસ્તુઓ, ફળો, ડેરી ઉત્પાદનો વગેરેથી સંબંધિત દુકાનો બપોરે 1 વાગ્યા સુધી ખુલી રહેશે.
શાકભાજી વિક્રેતાઓને સાંજે સાત વાગ્યા સુધી પોતાનો માલ વેચવાની છૂટ આપવામાં આવી છે.
પેટ્રોલ પમ્પ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
રાજ્યમાં પરિવહન ખુલ્લું રહેશે
કારખાનાઓ અને ઉત્પાદન એકમો પણ કાર્યરત રહશે.
કામદારોને નિયમિત રોજગારી મળે તે માટે નરેગા પ્રોજેક્ટ્સ પણ ચાલુ રખાશે.
માર્ગદર્શિકા મુજબ બજારો, મોલ્સ, શોપિંગ મોલ, સિનેમા હોલ અને તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે.
તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો, પુસ્તકાલયો, સામાજિક અને રાજકીય કાર્યક્રમો વગેરેને પણ બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આવશ્યક સેવાઓ સિવાય તમામ વ્યાપારી કચેરીઓ અને બજારો બંધ રહેશે.
બસ સ્ટોપ, મેટ્રો સ્ટેશનો અને એરપોર્ટ પર મુસાફરોને મુસાફરી માટે ટિકિટ બતાવવી પડશે
અન્ય રાજ્યોથી રાજસ્થાન આવતા લોકોને પ્રવાસના 72 કલાકની અંદર આરટી-પીસીઆર રિપોર્ટ બતાવવો પડશે.
સગર્ભા સ્ત્રીઓને હોસ્પિટલમાં જવાની છૂટ આપવામાં આવશે.
ફક્ત 50 લોકોને જ લગ્ન સમારોહમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે અંતિમ સંસ્કાર માટે 20 લોકોને.
ટેલિકોમ, ઇન્ટરનેટ સેવાઓ, ટપાલ સેવાઓ, કેબલ સેવાઓ વગેરે ખુલ્લી રહેશે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)