મોરબી: મોરબી જીલ્લામાં અવારનવાર સીરામીક ઉદ્યોગમાં જીએસટી ચોરીની શંકાએ રાજકોટ સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા ઓચિંતા ચેકીંગ કરવામાં આવતું હોય છે. જેમાં અનેક વખતે નાની મોટી કર ચોરી સામે આવતી હોય છે ત્યારે સીરામીક ટાઇલ્સ ભરેલા ટ્રકો ઉપર નિશાન તાકી રાજકોટ સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા સોમવારે રાત્રીના મોરબી આસપાસના હાઈવે પર સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતુ જેમાં જીએસટી ચોરીની આશંકાએ સિરામિક ટાઈલ્સની સાત ટ્રકોને ડીટેન કરવામાં આવી હતી.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં તાજેતરમાં જ એક મહીનાનુ સ્વૈચ્છિક વેકેશન પુરૂ થયું છે અને ધીમે-ધીમે કારખાનાઓ શરૂ થઈ રહ્યા છે. ત્યારે સાથેસાથે જીએસટી ચોરી પણ ચાલુ થઈ ગયાની આશંકાના આધારે સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષ હેડકવાર્ટરની પ્રિવેન્ટીવ વીંગ ટીમ પણ એકશન મોડમાં આવી છે. ત્યારે મોરબીમાં સોમવારે મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે ચેકીંગ દરમિયાન અલગ અલગ કંપનીના સાત ટ્રકના ડોક્યુમેન્ટની ચકાસણી કરતા આ ટ્રક શંકાસ્પદ જણાયા હતા. જે બાદ જીએસટી વિભાગની ટીમે સાતેય ટ્રક ડીટેઇન કરીને વધુ તપાસ અર્થે રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે લય જવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના ઓચિંતા ચેકીંગથી કરચોરી કરતા સીરામીક ઉદ્યોગકારોમાં ભય વ્યાપી જવા પામ્યો છે. હાલ સાતેય પકડાયેલા ટ્રકોની જીએસટીને લગતા ડોકયુમેન્ટની ચકાસણી કરવામા આવી રહી છે ત્યાર પછી ડયુટીની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામા આવશે. તેમજ આવનાર દિવસોમાં જીએસટી વિભાગ દ્વારા વધુ કરચોરી પકડવામાં આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીઓના નામે આઇસગેટ પોર્ટલમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરી મોટી સાયબર ઠગાઈ થયા અંગેનો મામલો સામે આવ્યો છે. જેમાં અજાણ્યા આરોપીઓએ ખોટા ઇ-મેઇલ, મોબાઇલ નંબર અને ડિજિટલ સિગ્નેચર બનાવી યુઝર આઈડી તૈયાર કરી સરકાર તરફથી એક્સપોર્ટ પ્રોત્સાહન હેઠળ મળનારી રોડટેપ સ્ક્રિપ્સ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી...
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો છે. સતત હેરાનગતિ અને ભયના માહોલથી કંટાળી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના બનેવીએ ત્રણ શખ્સો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને...