રાજપર રોડ પર આવેલા એરપોર્ટ ફીડરમાં વારંવાર રજૂઆત કરવા છતાં દિવસમાં ૫ થી ૬ વખત ટ્રીપિંગ આવતું હોય છે, જેના કારણે ઇન્ડસ્ટ્રી સંચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,
ત્યારે રીપેરીંગ કરવા બાબતે જીઇબીમાં વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ ઉપરથી પૂરતો માલસામાન નથી આવતો હોવાનું અધિકારીઓ રટણ કરી રહ્યા છે, સારી સુવિધા મળે તે માટે એક ઇન્ડસ્ટ્રીઝ ૨૦ થી ૨૫ લાખ રૂપિયાની ડિપોઝીટ જીઈબીમાં જમા કરી હોય છે, પરંતુ જો આ જ રીતે ટ્રીપિંગના ધાંધિયા રહે તો આ ડિપોઝિટ આપવાનો કોઈ મતલબ રહેતો નથી તેવું ઇન્ડસ્ટ્રી સંચાલકો જણાવી રહ્યા છે. જેને લઈને આજે મોરબીના જીઈબીના એન્જિનિયરોને આવેદનપત્ર આપી રોસ ઠાલવવા આવ્યો હતો અને ઝડપથી આ પ્રશ્નનું સોલ્યુશન થાય તે માટેના રજૂઆત કરી આવેદન આપવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રી સંચાલકોને આ પ્રશ્નનો સામનો ક્યાં સુધી કરવો પડે છે તે જોવું રહ્યું
મોરબી સબજેલ ખાતે આજે સ્કોવર્ડ જેલર દ્વારા ઝડતી લેવામાં આવી જેમાં ઝડતી દરમિયાન સબજેલમા બેરક નંબર -૩ અને ચાર વચ્ચેથી આવેલ સંડાસ બાથરૂમમાથી તથા બેરેક નંબર ૪ થી ૬ ના બાથરૂમના બોકારામાથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા. (ઉં.વ.૫૪), જેલર ગુપ-૧, ઝડતી સ્કવોર્ડ જેલર...
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના ખાણી–પીણીના ધંધાર્થી ઓને જણાવવાનું કે નવા ફૂડ લાઇસસન્સ અને રજીસ્ટ્રેશન ઘેર બેઠા ઓનલાઈન કરી શકાય છે, ફૂડ લાયસન્સ મેળવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેના માટે foscos.fssai.gov.in પર લૉગિન કરી મેળવી શકાય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ખાણી-પીણીના ધંધાર્થી, મીઠાઇ ફરસાણના ધંધાર્થી, હોટેલ-...