રવાપર ધુનડા રોડ પર વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર એલસીબી ત્રાટકી : 2 ઝડપાયા, 6 ફરાર
મોરબી: મોરબી પોલીસ અધિક્ષક એ મોરબી જિલ્લામાં ચાલતી જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા અંગે પોલીસ ઇન્સ્પેકટર, તથા મોરબી એલ.સી.બી.ને જરૂરી સુચના આપતા પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન તથા સુચના મુજબ એલસી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે સુનિલભાઇ બાબુભાઇ પટેલ રહે મોરબી રવાપર ગામ ક્રિષ્ના સ્કૂલ પાસે ભવ્ય એપાર્ટમેન્ટ વાળો પોતાની મોરબી રવાપર ધુનડા રોડ કેશવ ગૌશાળા પાસે આવેલ વાડીના મકાનમાં તીનપતીનો રોનપોલીસનો જુગાર રમી રમતા આઠ ઇસમો પૈકી બે ઇસમો સુનિલભાઇ બાબુભાઇ પટેલ (રહે મોરબી) તથા અરવિંદભાઇ ઉર્ફે લાલો ભાણજીભાઇ પાડલીયાને રોકડા રૂ.૮૧,૦૦૦/- તથા મોટરસારકલ -૦૧ કિ.રૂ.૩૦,૦૦૦૮ મળી કુલ કિ.રૂ.૧,૧૧,૦૦૦/ ના મુદામાલ સાથે પકડી પાડયા છે
જ્યારે અન્ય છ આરોપી દીપકભાઇ રૂગનાથભાઇ એરણીયા (રહે. મોરબી રવાપર), પ્રકાશભાઇ ઉર્ફે પકો પટેલ (રહે.ટીકર તા.હળવદ), શૈલેષભાઇ પટેલ (રહે.ટીકર ),
શૈલેષભાઇ પટેલ (રહે.ટીકર તા.હળવદ), શૈલેષભાઇ પટેલ રહે.લાલપર તા.મોરબી), નીતિનભાઇ પટેલ (રહે.ઘાંટીલા) સ્થળ પરથી નશી છુટ્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધી નાશી છુટેલ આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.