Sunday, September 15, 2024

Real Vs Fake: ઓનલાઇન મંગાવેલી બેગ બ્રાન્ડેડ છે કે નકલી, તે કેવી રીતે જાણવું ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોઈપણ બ્રાન્ડેડ વસ્તુને ઓનલાઇન ખરીદતી વખતે તમને થોડી શંકા થાય છે કે તમને યોગ્ય વસ્તુ આપવામાં આવી છે કે નહીં ? ખરેખર, ઓનલાઇન વસ્તુઓ પર ખૂબ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને આથી જ બ્રાન્ડેડ વસ્તુઓ આપણને ખૂબ સસ્તામાં મળે છે, અને એક નજરમાં તે ખૂબ સારી ડીલ લાગે છે, પરંતુ કેટલીક વખત એવું બને છે કે ડિસ્કાઉન્ટ ડીલની એવજીમાં નકલી વસ્તુઓ આપી દેવામાં આવે છે. આ બાબત હંમેશાં હેન્ડબેગ અને પર્સની ખરીદી વખતે થાય છે. આ તમામ બ્રાન્ડેડ વસ્તુમાં ડિસ્કાઉન્ટ મેળવ્યા પછી પણ, તે ખૂબ મોંઘી હોય છે અને આવી સ્થિતિમાં, જો તમે ઓનલાઇન ખરીદી કરવા માંગો છો તો તમારે એ જાણવું જરૂરી છે કે તમે મંગાવેલી વસ્તુ ઓરીજનલ છે કે નકલી. તો ચાલો થોડી એવી ટિપ્સ જણાવીએ જેનાથી તમે ઓળખી શકો કે વસ્તુ કેવી છે.

(1) લોગોનું ધ્યાન રાખો.

જેવી તમારી બેગ તમારી પાસે આવે ત્યારે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે હેન્ડબેગની ડિઝાઇનની સાથે, તેનો લોગો પણ અધિકૃત હોવો જોઈએ. મોટે ભાગે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની પ્રથમ કૉપિ ઓરીજનલ છે તેમ કહી વેચાય છે અને આવી સ્થિતિમાં તમને છેતરવામાં આવે છે. બનાવટી પ્રોડક્ટનો લોગો ઓરિજિનલ લોગો કરતા થોડો અલગ હશે, તેથી તેની સરખામણી ઓરિજિનલ લોગો સાથે કરો. કાળજીપૂર્વક બ્રાન્ડનું નામ પણ તપાસો. બનાવટી લેબલ્સમાં વિવિધ ફોન્ટ્સ, રંગ અથવા ડિઝાઇન અથવા નામમાં ખોટી જોડણી હોય છે અને સ્પેલિંગમાં પણ ફેરફાર જોવા મળે છે.

(2)નાની નાની ડિટેઇલ્સની કાળજી લો

જ્યારે કોઈપણ બ્રાન્ડેડ વસ્તુ ખરીદો છો, ત્યારે એ ધ્યાન આપવામાં આવે છે કે તમે ખરીદેલી વસ્તુઓ પરફેક્ટ હોય. ઉદાહરણ તરીકે, બેગ અને બેગના પટ્ટાથી લઇ તેમાં રહેલી ચેન સુધી બેગની બધી ડિટેલમાં ફિનિશિંગ આપવામાં આવે છે. આ તે બ્રાન્ડની ઓળખ છે. કારણકે જેમ તેમ તેઓ તેમની બ્રાન્ડેડ વસ્તુઓ વેચતા નથી, વસ્તુની ગુણવત્તાની તપાસ પ્રથમ કરો. જો તમે ખરીદેલી બેગમાંથી દોરાઓ નીકળે છે અથવા તો તે બેગનો બેલ્ટ બરોબર નથી અથવા બેગની ચેન બંધ કરવામાં વાંધો આવે છે તો બની શકે કે તે બેગ બ્રાન્ડેડ નથી, તે કદાચ નકલી હોઈ શકે.

(3) મટિરિયલ્સની તપાસ કરો.

બધી પ્રખ્યાત બ્રાન્ડ્સ રફ મટિરિયલનો ઉપયોગ કરતી નથી. તમે જે બ્રાન્ડેડ હેન્ડબેગનો ઉપયોગ કરી રહ્યા છો, તેની સામગ્રી સસ્તી અને બનાવટી હેન્ડબેગ કરતા વધુ સારી હશે. ઘણી નકલી બેગ સાથે રાખીને તમે શોધી શકશો કે તમે ખરીદેલી વસ્તુ ઓરીજનલ છે કે નકલી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર