Monday, April 29, 2024

રિપોર્ટ: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 સિરીઝ રદ થઇ શકે છે, IPL બન્યું કારણ ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કોરોના સંક્ર્મણની બીજી લહેરરમતગમતની દુનિયાને પણ અસર કરી રહી છે. રોગચાળાના ફેલાવાને કારણે ઘણી ક્રિકેટ શ્રેણીઓ અને લીગ કાં તો રદ કરવામાં આવી હતી અથવા તેમની તારીખ મુલતવી રાખવામાં આવી હતી. આ જ કડીમાં બીસીસીઆઇએ હાલ માટે એક શ્રેણી રદ કરવાની પણ જાહેરાત કરી છે. એક રિપોર્ટ મુજબ બીસીસીઆઈએ સપ્ટેમ્બરમાં યોજાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 શ્રેણી રદ કરી દીધી છે. ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ આ સિરીઝ યોજાવાની હતી. આઇપીએલ ૨૦૨૧ ની બાકીની મેચો યોજવાની હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યુએઈમાં આઇપીએલની બાકીની મેચો રમાઈ શકે છે.
તમને જણાવી દઈએ કે બાયો બબલનો ઉપયોગ કર્યા બાદ પણ આઇપીએલ દરમિયાન ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોવિડ પોઝિટિવ નોંધાયા હતા. ત્યારબાદ આઇપીએલ મુલતવી રાખવામાં આવી હતી. કેટલાક અહેવાલોને ધ્યાનમાં રાખીને સૂત્રો આગાહી કરી રહ્યા છે કે આઇપીએલ 2021ની બાકીની મેચો યુએઈમાં સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં રમાશે. આઇપીએલ ૧૦ દિવસ બે-બે મેચ સાથે ત્રણ અઠવાડિયા સુધી ચાલશે.

સમગ્ર મામલા અંગે બીસીસીઆઈનો પક્ષ
બીસીસીઆઈનું કહેવું છે કે ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે આઇપીએલથી વધુ સારું કશું હોઈ શકે નહીં. બીસીસીઆઈના જણાવ્યા પ્રમાણે આઇપીએલ પૂર્ણ થયાના એક અઠવાડિયા કે 10 દિવસની અંદર ટી-20 વર્લ્ડ કપ યોજાશે, તેથી સાઉથ આફ્રિકા સાથેની શ્રેણી પછીથી રમાઈ શકે છે.

બીજી ઘણી શ્રેણીઓ પર પણ લાગી શકે છે ગ્રહણ
એક સૂત્રના જણાવ્યા મુજબ એવી શક્યતા છે કે ટી-20 વર્લ્ડ કપને કારણે ભારત આવતા વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા પ્રવાસમાં વધારાની મેચો રમી શકે છે અને નવેમ્બરમાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટની ઘરેલુ સિરીઝ પણ ટળી શકે તેવી શક્યતા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર