મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે “રોયલ રાસોત્સવ – 2022″નું ભવ્ય, દિવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવેલ છે. તારીખ 08/10/2022 ને શનીવારના રોજ આ રાસોત્સવ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત સિંગર ગરબા કિંગ રાહુલ મહેતા પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે.
રાસોત્સવનો સમય રાત્રે 9 વાગ્યાથી રહેશે. પ્રવેશ મેળવનાર પ્રથમ 100 થી વધુ ખેલૈયાઓને વહેલા તે પહેલાના ધોરણે સ્યોર ગિફ્ટ આપવામાં આવશે. ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં રમનાર ખેલૈયાઓમાંથી વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણવા સમસ્ત મોરબી રઘુવંશી સમાજને રોયલ રઘુવંશી ગૃપ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. કાર્યક્રમમાં પ્રવેશ માટેના પાસ મેળવવાના સ્થળ નીચે મુજબ છે.
1. પુજારા ટેલિકોમ – સરદાર બાગ પાસે, શનાળા રોડ
2. સેલ્યુલર વર્લ્ડ – બાપા સિતારામ ચોક પાસે, રવાપર રોડ.
3. શ્રીજી કિડ્સ – શક્તિ પ્લોટ મેઈન રોડ.
4. શુભ મેચિંગ સેન્ટર – મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-2
5. ભોજાણી સ્ટોર – પરા બજાર, મોરબી
6. શ્રી રામ શિંગ સેન્ટર – જેલ રોડ
7. જય જલારામ ટ્રેડિંગ – ગાંધી ચોક
મોરબીના મહેન્દ્રનગર ગામે ભૂગર્ભ ગટર નવી નાખવા તથા મહેન્દ્રનગરમા નવો રોડ બનાવતા વરસાદી પાણી સોસાયટીમાં ઘુસી જાય છે જેનો નિકાલ કરવા વગેરે જેવી સમસ્યાઓનુ નિવારણ લાવવા મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી...
મોરબીની ઈચ્છુક સરકારી તથા ખાનગી કોલેજીસ કે સંસ્થાઓએ ૩૦ મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ૫ (ઝોનમાં ૫ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી...