રૂપાલાની ઉમેદવારી અંગે રોષ, ઉમેદવારી રદ નહીં કરે તો ભાજપ વિરોધી મતદાન:- મોટી વાવડી ક્ષત્રિય સમાજ
મોરબી: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાની ચૂંટણીના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ મોરબી તાલુકાના મોટી વાવડી ગામે પણ જોવા મળી રહ્યો છે. આજે મોટી વાવડી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી છે અને આમ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને લઈ કરેલ વિવાદિત નિવેદનનો વિરોધ શમી રહ્યો નથી ત્યારે મોરબી તાલુકાના મોટી વાવડી ગામે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ શરૂ થયો છે. આજે મોટી વાવડી ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોએ પરષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ દર કરે તેવી માંગણી કરી હતી અને જો આમ નહીં થાય તો આ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રદર્શન કરી મત પણ નહીં આપેતેવી ચીમકી ઉચ્ચારી હતી. અને ભાજપના પ્રચારકોને મોટી વાવડી ગામમા પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.