Friday, April 19, 2024

સચિન તેંડુલકરનો ખુલાસો કરિયર દરમિયાન 10-12 વર્ષ સુધી આ બાબતનો સામનો કર્યો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે રવિવારે કહ્યું હતું કે, તે પોતાની 24 વર્ષની કારકિર્દીમાં મોટા ભાગે તણાવમાં રહ્યો હતો. બાદમાં તે સમજવામાં સફળ રહ્યો હતો કે મેચ પહેલા તણાવ રમત માટેની તેની તૈયારીનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. કોવિડ-19 દરમિયાન બાયો-બબલ (કોરોનાને રોકવા માટે સલામત વાતાવરણ)માં વધુ સમય વિતાવવાની અસર વિશે વાત કરતાં માસ્ટર બ્લાસ્ટરે જણાવ્યું હતું કે તેનો સામનો કરવા તેની સ્વીકાર્યતા જરૂરી છે. તેંડુલકરે કહ્યું, “સમય જતાં મને સમજાયું કે રમત માટે શારીરિક તૈયારી કરવાની સાથે સાથે તમારે તમારી જાતને માનસિક રીતે તૈયાર કરવી પડશે. મારા મનમાં મેદાનમાં પ્રવેશ્યાના ઘણા સમય પહેલા જ મેચ શરૂ થઈ જતી. તણાવનું સ્તર ખૂબ ઊંચું રહેતું. મે ૧૦-૧૨ વર્ષ સુધી તણાવ અનુભવ્યો. મેચ પહેલા ઘણીવાર એવું થયું કે જ્યારે હું રાત્રે સુઈ શકતો નહતો. પાછળથી મેં સ્વીકારવાનું શરૂ કર્યું કે આ મારી તૈયારીનો એક ભાગ છે. મેં સમય જતાં સ્વીકાર્યું કે મને રાત્રે સૂવામાં મુશ્કેલી પડી હતી. હું મારા મનને આરામદાયક રાખવા માટે કંઈક બીજું કરતો હતો. આમાંના કેટલાકમાં બેટિંગ પ્રેક્ટિસ, ટેલિવિઝન જોવું અને વીડિયો ગેમ્સ રમવી તેમજ સવારે ચા બનાવવી જેવી પ્રવૃતિ શામેલ હતી.’

તેંડુલકરે કહ્યું કે ખેલાડીને ખરાબ સમયનો સામનો કરવો પડે છે. પરંતુ તે જરૂરી છે કે ખરાબ સમયનો સ્વીકાર કરે.તેણે કહ્યું, “જ્યારે તમે ઘાયલ થાઓ ત્યારે ડોકટરો અથવા ફિઝિયો તમારી સારવાર કરે છે. માનસિક સ્વાસ્થ્ય માટે પણ આવું જ છે. સારા અને ખરાબ સમયનો સામનો કરવો કોઈપણ માટે સામાન્ય છે. તે માટે તમારે વસ્તુઓ સ્વીકારવી પડશે. તે માત્ર ખેલાડીઓને જ નહીં પરંતુ જે તેની સાથે છે તેને પણ લાગૂ થાય છે.” જ્યારે તમે તેનો સ્વીકાર કરો છો પછી તેનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો છો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર