મોરબી: લોકસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ સવારથી થઈ ગયો છે ત્યારે લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે. જેમાં સાંસદ મોહન કુંડારિયાએ પણ મતદાન કર્યું હતું. સાંસદ મોહન કુંડારીયાએ મોરબીના રવાપર રોડ પર આવેલા મતદાન મથક નીલકંઠ વિદ્યાલય ખાતે મતદાન કર્યા બાદ ભાજપ જ જંગી બહુમતીથી વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.








