Saturday, July 27, 2024

મોરબીજિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઊજવણી PMSHRI માધાપરવાળી શાળામાં કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

જેમાં શરૂઆતમાં રાજ્યકક્ષાએથી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોરે આપત્તિ વ્યવસ્થાપન વિશે વાત કરી ત્યારબાદ શાળાની બાળાઓ મનુષ્ય ગૌરવ ગાન..અભિનય સાથે રજૂ કર્યું.ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા મામલતદાર નિખિલ મહેતા નાયબ ડીપીઈઓ ડી.આર.ગરચર ડિઝાસ્ટર મેંનેજમેન્ટ શાખામાંથી ધાર્મિક પુરોહિત, કોમલબેન મહેરા વગેરેનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું

ત્યારબાદ દેવેન્દ્રસિંહ જાડેજા ફાયર સ્ટેશન ઓફિસરે આગ કેવી રીતે લાગે છે?આગ લાગે ત્યારે આગ ઓલવવા શું કરવું જોઈએ? પાણીમાં કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવે છે? એની વિસ્તૃત સમજ આપી હતી. ત્યારબાદ જયેશભાઈએ લાઈફ જેકેટ,લોખંડની બિલાડી,પાણીમાં તરવા માટેનું લાઈફ વિલ, વગેરેની વિસ્તૃત સમજ આપી હતી.108 ના પાયલોટે જણાવ્યું હતું કે 108 નો કોલ વધીને ત્રણ સેકન્ડમાં લાગી જાય છે અને અમે ઇમરજન્સીમાં અકસ્માત સ્થળે પહોંચીને પેશન્ટનું રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ. ત્યારબાદ આપદા મિત્ર પ્રકાશ પરમારે પોતાની કામગીરી વિસ્તૃત રીતે સમજાવી હતી,મૌખિક સમજ બાદ પ્રેકટિકલ સમજ માટે આગ ચાલુ કરી ફાયર એસ્ટીગ્યુંસરના ઉપયોગથી કેવી રીતે આગ ઓલવી શકાય એનું પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હાથે કરાવ્યું હતું. 108 ની ટીમે પોતાના મેડિકલના સાધનો બાળકોને બતાવી ઉપયોગીતાની સમજ આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન શાળાના આચાર્ય તુષાર બોપલીયા દિનેશભાઈ વડસોલા અને એસ.એમ.સી. અધ્યક્ષ કાળુભાઈ પરમારે સભાળ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર