Monday, October 7, 2024

મોરબી:માટીની આડમાં લઈ જવાતા દારૂ-બીયર નાં જથ્થા સાથે બે પકડાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:માટીની આડમાં છુપાવીને જામનગર લઇ જવાનો હતો દારૂ, પોલીસે દારૂ-બીયર અને ટ્રક સહીત ૫.૫૭ લાખનો મુદામાલ જપ્ત

મોરબીની સિરામિક ફેકટરીના પાર્કિંગમાં આવેલ ટ્રકમાં દારૂનો જથ્થો માટીની આડમાં છુપાવી જામનગર લઇ જવાની પેરવી કરવામાં આવી રહી હોય જેની બાતમી મળતા એલસીબી ટીમે રેડ કરી દારૂ અને બીયર સાથેના ટ્રકને ઝડપી લઈને કુલ રૂ ૫.૫૭ લાખનો મુદામાલ જપ્ત કરી બે ઇસમોને ઝડપી લીધા છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઉંચી માંડલ ગામ નજીક આવેલ મેગા સીટી વિટ્રીફાઈડના પાર્કિંગમાં એક ટ્રક જીજે ૧૦ ઝેડ ૮૦૯૯ પડેલ છે જે ટ્રકમાં માટીની આડમાં રાજસ્થાનથી લાવેલ ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ભરી જામનગર લઇ જવાના હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં મેગા સીટી વિટ્રીફાઈડ નામના કારખાનાના પાર્કિંગમાંથી ટ્રક ઝડપી લીધો હતો જે ટ્રકની તલાશી લેતા અલગ અલગ બ્રાંડની દારૂની બોટલ નંગ ૧૫૨ કીમત રૂ ૫૦,૩૫૦ બીયર ટીન નંગ ૨૪ કીમત રૂ ૨૪૦૦ એક મોબાઈલ ફોન કીમત રૂ ૫૦૦૦ અને ટ્રક કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૫,૫૭,૭૫૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી વનરાજસિંહ જગદીશસિંહ જાડેજા રહે મૂંગણી તા. જામનગર અને દેવીસિંહ ગુણવંતસિંહ ગોહિલ રહે રાભડા ચોરા વિસ્તાર તા. લાઠી જીલ્લો અમરેલી વાળાને ઝડપી લીધા છે તો અન્ય આરોપી મહિપાલસિંહ જીતેન્દ્રસિંહ કેર રહે મૂંગણી તા.જી. જામનગર અને પ્રભુજી રહે રાજસ્થાન વાળાના નામ ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ ચલાવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર