મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લાની અનેક શાળાઓમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા, રંગોળી અને વેસ્ટ માંથી બેસ્ટ સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ સ્પર્ધાઓમાં બાળકોએ હોંશભેર ભાગ લઈ સ્વચ્છતાની થીમ પર ચિત્રો, રંગોળીઓ અને વેસ્ટ માંથી બેસ્ટ ની કૃતિઓ બનાવી હતી. આ કૃતિઓથી બાળકોએ સૌને સ્વચ્છતા બાબતે જાગૃતિ સંદેશ આપ્યો હતો.
