કુદરતના પ્રાકૃતિક ખોળે ઉછરતી સંસ્કાર શિક્ષણ અને સેવાનો સમન્વય કરતી ન્યુ પેલેસ ની બાજુમાં ન્યુ ફ્લોરા અક્ષર સિટીની સામેની બાજુ આવેલા વિશાળ અને પ્રાઇમ લોકેશન પરની મોરબીની અંગ્રેજી માધ્યમની શાળા સેવી ઈન્ટરનેશનલ સ્કુલ મોરબી અને કિડ્ઝી પ્રી-સ્કુલ દ્વારા મોલ ઓફ મેજીકલ માઈલસ્ટોન 2.0 શિર્ષક હેઠળ સ્કીલ એક્ઝિબિશન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ.
જેમા માત્ર ગણિત-વિજ્ઞાન જ નહી પરંતુ અંગ્રેજી, હિંદી, સામાજીક વિજ્ઞાન, જનરલ અવેરનેસ, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ તેમજ પર્યાવરણના જતન જેવા અનેક વિષય પર પ્રી-સ્કુલ ના ૩ થી 4 વર્ષ ના બાળકો થી લઈને ધોરણ 1 થી 8 સુધીના વિધ્યાર્થીઓ દ્વારા 70 થી વધુ પ્રોજેક્ટ તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામા આવ્યા. સમગ્ર મોરબીમાંથી 500 થી 1000 જેટલા વાલીઓ અને લોકો દ્વારા મુલાકાત પણ લેવામા આવી. જેમાં લાઈવ ચંદ્રયાન પ્રોજેક્ટ કેમિકલ ના પ્રેક્ટીકલ પ્રયોગો અને માત્ર સાત-આઠ વર્ષના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કમ્પ્યુટર કોડિંગ પ્રોગ્રામ અને ગેમ્સ એ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. જેમા સેવી ઈન્ટરનેશનલ સ્કુલ તથા કિડ્ઝી પ્રી-સ્કુલ મોરબી દ્વારા સમાજ જાગૃતિ, પર્યાવરણનુ જતન અને બાળકોની નોલેજ અને સ્કીલ ડેવલોપમેંટનો એક અનેરો પ્રયત્ન કરવામા આવ્યો.
આ સાથે કાર્યક્રમને સફળ બનાવનાર સમગ્ર મોરબીમાંથી આવેલ તમામ જાગૃત નાગરિકો દ્વારા બાળકોને પ્રેરણા અને સહકાર આપવા બદલ શાળા સંચાલક દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
મોરબી: ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ 10-02-2026 ના રોજ વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. અને કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.
ઘૂંટુ સબસ્ટેશનમાંથી નીકળતા માંડલ એ.જી. ફીડર મેન્ટેનન્સ કામગીરી અર્થે સવારે 09.00 થી બપોરે 5.00 સુધી બંધ...
મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 12 ના રોજ એપ્રેન્ટિસની ભરતીના ઇંટરવ્યૂ યોજાનાર છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી યોજના હેઠળ સેનેટરી સબઇન્સ્પેકટરની 30 જગ્યા માટે તા. 12-02-2026ના રોજ વોક ઇન ઇંટરવ્યૂ મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ગાંધીચોક ખાતે લેવામાં આવનાર છે. આથી ઇંટરવ્યૂ આપવાની ઈચ્છા ધરાવનાર યુવક-યુવતીઓ એ પોતાના સંપૂર્ણ અભ્યાસ અને...
વાંકાનેરમાં ઘરફોડ ચોરી કરતા ઇસમોને ચોરી થયેલ મુદામાલ સાથે બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
ગઇ તા.૧૦ જાન્યુઆરીના રોજ રાત્રી દરમ્યાન વાંકાનેર શહેરમાં અલગ અલગ સોસાયટીમાં બંધ મકાનમાં દરવાજાન તાળા તથા નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ હોવાની ઘટના બેનલ હોય...