Sunday, March 26, 2023

શશી થરૂરે પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગે ઉઠાવ્યો સવાલ જાણો શું કહ્યું તેમણે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જ્હોનસનની ભારત મુલાકાત રદ કરવાનો હવાલો આપીને કહ્યું હતું કે મુખ્ય મહેમાન નહીં રહેવાની સ્થિતિમાં આ વખતે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી કેમ રદ કરવામાં નહીં આવે? તેમણે મંગળવારે રાત્રે ટ્વિટ કર્યું હતું કે હતેવે કોવિડની બીજી લહેરને કારણે આ મહિને બોરિસ જ્હોનસનની ભારત મુલાકાત રદ કરવામાં આવી છે અને પ્રજાસત્તાક દિન પર આપણી પાસે મુખ્ય મહેમાન નથીપ્રજાસત્તાક દિનની ઉજવણી રદ ન કરી શકાય ? પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને લોકસભાના સભ્ય થરૂરે કહ્યું હતું કે લોકોને આ વખતે પરેડ માટે બોલાવવું ‘બેજવાબદાર’ રહેશે. નોંધનીય છે કે બ્રિટિશ વડા પ્રધાન જોહ્ન્સનને તેમના દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કારણે વધતી જતી મુશ્કેલીને લીધે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી પરની તેમની ભારતની મુલાકાત રદ કરી છે. અધિકારીઓએ કહ્યું કે જોહ્ન્સનને મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને તેમનો પ્રવાસ રદ કરવા બદલ દિલગીર છે. જોહ્નસનને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પરેડ માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા.

Chakravatnews
Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર