શ્રી સજનપર પ્રા. શાળામાં ગુરુપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરાઈ
મોરબી: આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન તહેવારની સજનપર પ્રાથમિક શાળામાં અલગ રીતે ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના તમામ બાળકોએ પોતાના પ્રથમ ગુરુ એવા માતા-પિતાનું આજરોજ પૂજન કરી એમના આશીર્વાદ મેળવ્યા તેમજ ત્યારબાદ શાળામાં તમામ ગુરુજનોનું બાળકો દ્વારા પૂજન કરી તેમને પોતાની જાતે બનાવેલ પુષ્પગુચ્છ આપી ગુરુજનોના આશીર્વાદ મેળવ્યા.
શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા ગુરુના મહત્વ વિશે સ્પીચ આપવામાં આવી તેમજ ગુરુને વંદના કરતું ભજન રજૂ કર્યું, શાળાના શિક્ષકો આદ્રોજા કેતનભાઈ અને કાવર માયાબેન દ્વારા બાળકોને એમના જીવનમાં ગુરુનું શુ મહત્વ હોય તેના વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું સાથે શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે વાત કરી અને આજના આ મહત્વના દિવસે શાળાના તમામ બાળકો દ્વારા “ગુડ મોર્નીગ” ના બદલે સમગ્ર દિવસ દરમિયાન “જય ગુરુદેવ”નું સંબોધન કરવામાં આવ્યું. આ સાથે જ ભારત વિકાસ પરિષદ તરફથી ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
આ સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સરસ આયોજન કરવા બદલ સમગ્ર સ્ટાફને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે.