મોરબી: સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા ” માનવ સેવા એજ પ્રભુ સેવા”એ સૂત્રને સાકાર કરી ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત થયેલ CAA એક્ટ 2019 અંતર્ગત પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલ બાંધવોને ભારતીય નાગરિકતા મળે એ હેતુથી તેમની સહાયતા અર્થે વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રના શુભારંભનું આયોજન તા.11/04/2024 ને ગુરુવારે સાંજે 5:00 વાગ્યે જૂના શિશું મંદિર, મનાલી હોટલ વાળી શેરી, નવા બસ સ્ટેશન સામે, મોરબી ખાતે રાખેલ છે.
આ કાર્યક્રમમાં પ્રેરક ઉદબોધન ડો. જન્તીભાઈ ભાડેસિયા ( પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક – આર એસ એસ) તેમજ પ્રેરક ઉપસ્થિતિ પંકજભાઈ મહેતા (પૂર્વ ધારાસભ્ય – રાપર) રહેશે. તેમજ પ્રેમ સ્વામિ (સંસ્કાર ધામ – મોરબી) દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે.
