Sunday, September 15, 2024

સોનુ સૂદને વધુ એક આંચકો લાગ્યો,જાણો શા માટે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે ફિલ્મ અભિનેતા સોનુ સૂદની ટીકા કરી હતી. બોમ્બે હાઈકોર્ટે BMCની નોટિસ સામે દાખલ કરેલી અરજી ફગાવી દીધી.  કોર્ટે ગેરકાયદેસર બાંધકામ મામલે સોનુની અરજી નામંજૂર કરી હતી. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ અભિનેતાને ગેરકાયદે બાંધકામો અંગે નોટિસ ફટકારી હતી. અભિનેતાએ આની સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. બોમ્બે હાઈકોર્ટે BMCની નોટિસ સામે દાખલ કરેલી અરજી ફગાવી દીધી. 13 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન બીએમસીએ સૂદને “રીઢો ગુનેગાર” ગણાવ્યો હતો. પાલિકાએ કોર્ટમાં કહ્યું હતું કે ગેરકાયદે બાંધકામોના મામલે કલાકારો સતત નિયમો તોડે છે. તમને જણાવી દઈએ કે સોનુ સૂદ પર આરોપ છે કે તેણે મંજૂરી વિના જુહુના રહેણાંક મકાનમાં માળખાકીય ફેરફારો કર્યા છે. આ પછી બીએમસીએ તેમને નોટિસ ફટકારી હતી. બીએમસીની નોટિસ સામે સોનુ બોમ્બે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. સોનુ સૂદે વકીલ ડી.પી.સિંઘ દ્વારા ગયા અઠવાડિયે દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે છ માળની શક્તિ સાગર બિલ્ડિંગમાં તેણે કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું નથી. અદાલતમાં કરેલી અરજીમાં બીએમસી દ્વારા ગત વર્ષે ઓક્ટોબરમાં આપવામાં આવેલી નોટિસને રદ કરવા અને આ કેસમાં કોઈ શિક્ષાત્મક કાર્યવાહીથી વચગાળાની રાહતની વિનંતી પણ કરાઈ હતી. બીએમસીએ 4 જાન્યુઆરીએ આ કેસમાં જુહુ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે અભિનેતા શક્તિ સાગર બિલ્ડિંગ, રહેણાંક મકાન, પરવાનગી વગર હોટલમાં રૂપાંતરિત કર્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર