મોરબી નગરપાલિકાની નબળી કામગીરી ઢાંકી નો શક્યા તો સ્પા બંધ કરવા નીકળા !!!
તમારા ભાજપ આગેવાનોના કેટલા સ્પા છે તે તો જાહેર કરો
મોરબી નગરપાલિકા નબળી કામગીરીને લઈને સોશ્યિલ મીડિયામા ભાજપનો અને ખાસ કરી કાંતિભાઈનો જબરો ભવાડો થઈ રહ્યો છે ત્યારે કાંતિભાઈએ રોડ રસ્તા કે મોરબીની સમસ્યાને બાજુ પર રાખી સ્પા સંચાલન કરનારા સામે પડવાનું નકી કર્યું અને એક વિડિઓ વાયરલ કર્યો.
હવે આ આ સ્પામા ખરે ખર શુ થાય છે તે વાતની ચર્ચા પછી ક્યારેક કરીશું પરંતુ કાંતિભાઈને કેમ પેટમાં દુખ્યું તે જાણી ..શહેરમાં થઈ રહેલ ચર્ચા મુજબ હવે વાત જાણે એવી છે કે કાંતિભાઈનો એક સમર્થક સ્પામા ગલગલીયા કરવા ગયો હતો અને તેની સાથે કાંડ થઈ ગયું અને જો થતી ચર્ચા સાચી માની તો આ કાંડ મોરબીના જ એક સ્પમાં થયું છે જે સ્પમાં મોટાભાગની પોલીસ પડી રહે છે. જો કે આ ઘટના કદાચ જૂની છે પણ હાલ જે રીતે મોરબીની સમસ્યાને લઈને મારો સોશ્યિલ મીડિયા ઉપર ચાલવામાં આવી રહ્યો છે તે જોતા પ્રજાનું ધ્યાન બીજે ભટકે તે માટે જાણી જોઈ આ સ્પાની કુકરી બજારમાં ફેંકવામાં આવી છે.
હવે વાત સ્પમાં ચાલતા ગોરખ ધંધોની તો સ્પા માત્ર મોરબીમાં એકમાં જ નથી અને આજ કાલના નથી કે અચાનક ધારાસભ્ય ને ધ્યાન આવ્યું કે ઓહો ભારે કરી લોકો બ્લેકમેઇલ થાય રહ્યા છે લૂંટાઈ રહ્યા છે સ્પા ઘણા વર્ષોથી છે મહત્વની વાત મોરબીના મોટા ભાગના સ્પમાં ભાજપ આગેવાનો ક્યાંકને ક્યાંક સકળાયેલ જ છે કોઈ સ્પમાં સીધી ભાગીદારી છે તો કોઈ સ્પા સંચાલકને ઊંચા વ્યાજે પૈસા આપ્યા છે માટે પેહલા તમારા ભાજપના કેટલા આગેવાનો આમાં સામેલ છે તે જોવો પછી પોલીસને સૂચના આપો અને રહી વાત પોલીસની તો મોટાભાગની પોલીસ પણ ગલગલીયા કરવા જાય જ છે અને એક રૂપિયો આપ્યા વગર જાય છે માટે ખોટી રીતે પ્રજાને ગેરમાર્ગે દોરવા કરતા રોડ રસ્તા અને ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવો તો જંગ જીત્યા જેવી ખુશી પ્રજાને થશે.