મોરબી : ચોરીના બાઈક સાથે શખ્સ ઝડપાયો
પીપળી ગામના બસ સ્ટેન્ડ નજીકથી મોરબી તાલુકા પોલીસ ટીમે ચોરાઉ બાઈક સાથે એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે પીપળી ગામ નજીક વોચ ગોઠવી હતી જેમાં પીપળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમ મોટરસાયકલ લઈને જેતપર તરફથી મોરબી આવતો હોય જેને રોકી સઘન પૂછપરછ કરતા બાઈકના કાગળો માંગ્યા હતા અને સંતોષકારક જવાબ નહિ આપતા પોકેટકોપ એપના માધ્યમથી સર્ચ કરતા બાઈક ચોરીનું હોવાનું ખુલ્યું હતું અને આરોપીની વધુ પૂછપરછ કરતા કાલિકાનગર પાસે ન્યુ કેવલ સ્ટોન ઓફીસ પાસેથી બાઈક ચોરીની કબુલાત આપી હતી
જેથી આરોપી મહેશ કમાભાઈ મેથાણીયા (ઉ.વ.૨૯) રહે પંચાસર રોડ મોરબી મૂળ રહે ધ્રાંગધ્રા વાળાને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક કીમત રૂ ૨૫ હજારનું કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે