ટંકારા :- બાઈક ચોરીના ગુન્હામાં ૨ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.
ટંકારા પોલીસ મથકના ઘરફોડ ચોરી અને મોટર સાયકલ ચોરીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે લતીપર ચોકડી પાસેથી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે હકિકત મળેલ કે ટંકારા પોલીસ મથક ખાતે મોટર સાયકલ ચોરીના ગુનાના કામે નાસતો ફરતો આરોપી કૈલાશ પેનો વસુનીયા રહે. મોટા પાવગામ તા. ધાનપુર જિ. દાહોદ વાળો બે વર્ષથી ગુના કરી નાસતો ભાગતો ફરતો હોય જે આરોપી લતીપર ચોકડીએ આવેલ છે. આ હકીકત આધારે લતીપર ચોકડીએ તપાસ કરતા આરોપી કૈલાશ મળી આવતા તેને પકડીને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પો.સ્ટે.ખાતે સોપવામાં આવેલ છે.