ટંકારા નજીક થયેલ લુંટના ગુન્હામાં વધું એક આરોપીની રોકડ રૂપિયા એક લાખ સાથે ધરપકડ
ટંકારા ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને રોકડ રૂ.૧,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ગત તા.૨૧ મેં ના રોજ નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રહે. રાજકોટ વાળા બન્ને રાજકોટ ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા XUV-3૦૦ નં-GJ-03- NK-3502 વાળીમાં લઈને રાજકોટ થી મોરબી આવતા હોય તે બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે ફરીયાદી પર હુમલો કરી XUV-300 નં-GJ-03 -NK-3502 માંથી રોકડા રૂપીયા-૯૦,૦૦,૦૦૦/- ની લુંટ ધાડ કરી નાશી ગયેલ હોય જેથી ફરીયાદીએ સાતેક અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર કરાવેલ હતો.
આ ગુનામાં નાકાબંધી દરમ્યાન બે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૭૨,૫૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૮૧,૫૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ હતો. તેમજ આ ગુન્હામા લુંટ કરનાર આરોપીઓને આશરો આપનાર તેમજ માહીતી આપનાર ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલ બાલાજી કોઇર કારખાનાનુ સંચાલન કરનાર દિગ્વીજયભાઇ અમરશીભાઈ ઢેઢીની પણ અટકાયત કરવામાં આવી હતી. જે ગુન્હામાં હીતેષભાઇ ચાવડા, નિકુલભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહીર વિગેરે નામ ખુલવા પામેલ હતા જે ગુન્હાની તપાસ દરમ્યાન આરોપી હિતેષ ચાવડા ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામની સીમમા આવેલ શ્રી વિજાઆપાના આશ્રમ ખાતે હોવાની બાતમી મળતા ટંકારા પોલીસ સ્ટાફની અલગ અલગ બે ટીમો બનાવી દુધાળા ગામની સીમમા આવેલ વિજાબાપાના આશ્રમ ખાતેથી આરોપી હિતેષભાઈ પાંચાભાઈ ચાવડા (ઉ.વ.૩૧) રહે. સાંજણાસર તા.પાલીતાણા જી.ભાવનગર વાળા પાસેથી લુંટ કરેલ રોકડા રૂપીયા પૈકી રોકડ રૂ.૧,૦૦, ૦૦૦/- ના મુદામાલ સાથે ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.
તેમજ આ ગુનામા વોન્ટેડ આરોપીઓને આશરો આપનારા તથા ગુનામાં મુદામાલની લુંટમાં મદદ કરનારા બીજા પણ માણસો સંડોવાયેલા હોવાની શક્યતા હોય જે તમામ દિશામાં આરોપીઓ શોધવાની કાર્યવાહી પોલીસ દ્વારા ચાલુ છે.