હાલ સમગ્ર ભારત ભરમાં અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેને લઈને સમગ્ર ભારતમાં રહેતા લોકોમાં અનેરો આનંદ છે ત્યારે ટંકારા નું સજનપર ગામ પણ રામમય બન્યું
ટંકારા તાલુકાના સજનપર ગામે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશ નું ભાવભેર સ્વાગત અને પુજન કરવામાં આવ્યું હતું. આ કળશ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ રામભક્તો હાજર રહ્યા હતા નાની બાળાઓ દ્વારા પૂજીત અક્ષત કળશનું સામૈયુ કરવામાં આવ્યું હતું આ સામૈયા દરમિયાન પ્રભુ શ્રી રામ ના નારા થી સમગ્ર સજનપર ગામ ગુંજી ઉઠ્યું હતું તેમજ ભવ્ય રામજીમંદિર બની રહ્યું છે તેનાથી ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને 22 જાન્યુઆરી એ દિવાળી જેમ ઉજવવા જણાવેલ હતું.
મોરબીમાં વાલીઓ અને યુવતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં રહેતી એક યુવતીને કોલેજ કાળ દરમિયાન એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય અને ત્યારબાદ યુવકની સગાઇ અને લગ્ન થઇ ગયેલ હોય અને યુવતીએ યુવકને હવે સંબંધ નહી રાખવા જણાવેલ હોય તેમ છતા યુવકે બળજબરી પૂર્વક...
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪૮ બેટરી જેની હાલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની મત્તાની બેટરીની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના પેઢડા ગામે...