ટંકારા તાલુકાના હડમતિયા ગામે પંચની મેલડી માતાજીનો નવરંગો માંડવો
ટંકારા: તા. ૨૧/૦૫/૨૦૨૩ ને રવિવાર ના રોજ ટંકારા તાલુકાના હડમતિયા ગામે પંચની મેલડી માતાજીનો નવરંગા માંડવાનું આયોજન શ્રી મેલડી યુવા ગૃપ દ્વારા કરવામાં આવ્યું છે. તેમા ડાક-ડમરૂના પ્રખ્યાત કલાકાર ધર્મેશ રાવળ તેના સાજીંદાઓ સાથે પધારશે. માટે સૌ કોઈ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.
સ્થળ : હડમતિયા જુના ગામમાં પંચની મેલડી માતાજીના મંદિરે
અતિથિ મહેમાન: ટંકારા -પડધરી વિસ્તારનાં પુર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા પધારશે
વધું માહિતી માટે : સવજીભાઈ ખાખરીયા મોબાઇલ નં 99094 99337 પર સંપર્ક કરવો