Tuesday, May 13, 2025

ટંકારા તાલુકાના લજાઈ ગામે ” આંતરરાષ્ટ્રીય મિલેટ સ્પર્ધા યોજાઇ”

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: સરકાર દ્વારા ચાલું વર્ષેને મિલેટ બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવી છે. હાલના તબક્કે માણસને બાજરી પચવામાં સરળ અને આરોગ્યપદ એવાં ખોરાક ધટકનો લોકો દ્વારા આહારમાં બહું ઉપયોગ કરે છે. તે માટે સરકાર દ્વારા ” મિલેટ વાનગી સ્પર્ધા”નું આયોજન કરી છેવાડાના ગામડા સુધી જાણકારી મળે તે માટે તાલુકાકક્ષાએ અને જીલ્લા કક્ષા, રાજ્યકક્ષાએ ” મિલેટ વાનગી સ્પર્ધા”નું આયોજન કરેલ છે.

આજે ટંકારા ઘટકના લજાઈ ગામે વર્કર બહેનો, સુપરવાઈઝર ત્રિવેદી રાજશ્રીબેન એમ. તથા પીએચસી આરોગ્ય સ્ટાફ લજાઈ દ્વારા, પ્રાથમિક કુમાર શાળામાં ” આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩” ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય પંકજભાઈ મસોત, દુધ ડેરી સંચાલક સંજયભાઈ મસોત, ગૌતમભાઈ વામજા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ, નિતીનભાઈ માંડવિયા કુમાર શાળા આચાર્ય, યોગેશભાઈ દેત્રોજા, મંત્રી લજાઈ એ હાજરી આપી હતી.

આ સ્પર્ધામાં મિલેટમાથી બનતી વાનગી જેવી કે બાજરી, સરગવો મિક્સ કરી બાજરી ટીકી, બાજરીના લોટના પીઝા, જુવારના લાડવા, બાજરીના મુઠીયા, જુવારના ઢોકળા, બાજરીના વડા, બાજરીની કટલેસ, બાજરીના પુડલા વગેરે જેવી મિલેટમાથી બનતી “૩૦” પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. સુપરવાઈઝર ત્રિવેદી રાજશ્રીબેન એમ. તથા પધારેલા મહેમાનો, સ્થાનિક લાભાર્થીઓને રોજીંદા આહારમાં મિલેટનો ઉપયોગ કરી તંદુરસ્તી જાળવવા તથા વિવિધ રોગોથી બચવા માટે જંક ફૂડનો ઉપયોગ બંધ કરવા જણાવેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર