ટંકારાના વિરપર તથા લજાઈ ગામેથી જુગાર રમતા દશ પત્તાપ્રેમી પકડાયા
ટંકારા તાલુકાના વિરપર ગામે તથા લજાઇ ગામે ભરડીયા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા કુલ-૧૦ આરોપીઓને રોકડા રૂપીયા-૪૧,૬૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી રવીભાઇ મગનભાઇ સીપરા (ઉ.વ. ૩૫), સતીષભાઇ ચંદુલાલ મેણીયા (ઉ.વ. ૨૫), સાગરભાઇ રાજેશભાઈ બાવરવા (ઉ.વ. ૧૯) રહે. ત્રણે વીરપર ગામતા.ટંકારા વાળાને રોકડ રૂ.૧૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથેઝડપી પાડયા છે.
તેમજ લજાઇ ગામથી ભરડીયા રોડ ઉપર જતા બજરંગ પોલીમર્સ કારખાનાની બાજુમાં આવેલ વાડીની ઓરડીની બહાર ઇલેકટ્રીક લાઇટના અંજવાળે જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી ચીમનભાઈ ચંદુભાઈ ભાભોર (ઉ.વ. ૪૫) રહે. સેજાવાડા તા.ભાભર જી.અલીરાજપુર (એમ.પી.), સુરસિંહ ભનાભાઈ છપનીયા (ઉ.વ. ૩૫) રહે. મુળ ગામ કુસુમ્બા તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી.), કેવલભાઈ નાનસિંહ મેડા (ઉ.વ. ૩૬) રહે. મુળ ગામ કોરીયાપર ઘાટી ફળીયા તા.ભાભરા જી.અલીરાજપુર (એમ.પી.), નિલેશભાઇ રમેશભાઈ ભુરીયા (ઉ.વ. ૩૬) રહે. મુળ ગામ નવાનગર પાનીવડીયા ફળીયુ તા. ધાનપુર જી.દાહોદ, ઇન્દ્રભાઇ બસુભાઇ બીલવાલ (ઉ.વ. ૨૫) રહે. મુળ ગામ મોરગા મીમા ફળીયુ તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી.), કેરલાભાઇ રેમલીયાભાઇ મેડા (ઉ.વ. ૨૭) રહે. મુળ ગામ મંડાળ માપીદાળ ફળીયુ તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી.), દિનેશભાઇ બસુભાઇ સીંગાડ (ઉ.વ. ૨૮) રહે. મુળ ગામ સનોળ જયોતીયા ફળીયુ તા.રાણાપુર જી.જાબવા (એમ.પી.) વાળને રોકડ રૂ.૩૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.