ટંકારામાથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
ટંકારા: ટંકારામાં ડેમી નદીના કાંઠે પાણીના ટાંકા પાછળથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારામાં ડેમી નદીના કાંઠે પાણીના ટાંકા પાછળ આરોપી રાહુલભાઈ ઉર્ફે રવી રઘુભાઈ ઝાપડા (ઉ.વ.૨૦) રહે. ટંકારા દેરીનાકા ભરવાડવાસ તા. ટંકારા વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭ કિં રૂ.૨૬૨૫ નાં મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.