ટંકારાના છતર ગામના પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે બે ઝડપાયાં
ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે બે ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામના પાટીયા પાસેથી આરોપી જયદીપભાઈ દિપકભાઈ લહેરૂ (ઉ.વ.૨૮) રહે. ૧૫૦ ફુટ રીંગરોડ ભારતીનગર શેરી નં -૦૨ માતૃકપા રાજકોટ તથા દિપકભાઈ રાજેશભાઈ પરમાર (ઉ.વ.૨૪) રહે. ગાંધીગ્રામ શેરી નં -૦૨ તા જઈ. રાજકોટ વાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ.૧૦૪૦ તથા મોટરસાયકલ રજીસ્ટર નંબર – જીજે-૦૫-એનડબલ્યુ-૦૦૦૧ કિં રૂ.૫૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૫૧,૦૪૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.