ટંકારા: ટંકારા તાલુકાના દેવડીયા ગામે યુવકે ગળોફાસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના દેવડીયા ગામે રહેતા મયુરભાઈ હરીભાઇ ભાલોડીયો (ઉ.વ.૩૨) ગઈકાલના રોજ પોતાના શ્રી કોટેક્ષ જિનીંગ ફેક્ટરીમાં પોતાની મેળે પંખા સાથે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
