Friday, July 25, 2025

ટંકારાના ઓટાળા ગામે યુવકને એક શખ્સે જાનથી મારી નાખવાની આપી ધમકી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે યુવકના કુટુંબી ભાઈને રોહિતભાઈ ફાંગલીયા સાથે અગાઉ ઝઘડો થયો હોય જે આરોપીનો મીત્ર હોય તેથી આરોપીએ યુવકને કહેલ કે રોહિત વાળો કેશ પાછો ખેંચી લેજે નહીતર જાનથી મારી નાખીસ અને એટ્રોસીટી કેશમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા (ઉ.વ.૩૮) એ તેમના જ ગામના આરોપી સુરેશભાઈ નથુભાઈ પરમાર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કુટુંબી ભાઇને અગાઉ રોહીતભાઇ નાનજીભાઇ ફાંગલીયા સાથે ઝગડો થયેલ હોય અને આરોપી રોહીત ફાંગલીયાના મિત્ર હોય જેથી આરોપીને સારુ નહી લાગતા આરોપીએ ફરીયાદીને કહેલ કે રોહીત વાળો કેશ પાછો ખેચી લેજે નહીતર જાનથી મારી નાખીસ તેમજ એટ્રોસીટીના કેશમા ફસાવી દઈશ તેવી ધમકી આપી તેમજ પાર્થના ફોનમા પણ ફરીયાદીને ભુડાબોલી ગાળો આપી મારવાની ધમકી આપી તેમજ ફરીયાદીને ફોનમા ભુંડાબોલી ગાળો આપી મારવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર