મોરબી: ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે વીરપર જી.આઇ.ડી.સી.માં એશીયન ફ્લેક્સીપેક ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીના બહારના સ્ટોર રૂમ પાસેથી ઈંગ્લીશ દારૂની ૩૬૦ બોટલોની હેરાફેરી કરતા એક ઇસમને ટંકારા તાલુકા પોલીસે પકડી પાડયો હતો.
મળતી માહિતી મુજબ મોરબી ઉમા ટાઉનશિપમાં રહેતા આરોપી મિલનભાઈ ફુલતરીયાએ ગેરકાયદેસર રીતે ભારતિય બનાવટનો ઇંગ્લીશ દારૂ વેચાણ કરવાના હેતુથી ASIAN FLEXI PACK INDIA PRIVATE LIMITEDના નામનુ ખોટુ બીલ બનાવી ખોટુ હોવાનુ જાણવા છતા ખરા તરીકે ઉપયોગ કરી ગુજરાતમાં દારૂ બંધી હોવાનુ જાણતો હોવા છતા દારૂ વેચાણ કરવાના ઇરાદે AVINASH CARGO PVT. LTD. ટ્રાન્સપોર્ટ દ્વારા હેરફેર કરતો હોયા તે દરમિયાન ટંકારા પોલીસે રેઇડ કરતા વીરપર ગામ પાસે વીરપર જી.આઇ.ડી.સી.માં એશીયન ફ્લેક્સીપેક ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીના બહારના સ્ટોર રૂમ પાસે ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડ બોટલો નંગ- ૩૬૦ કુલ કિમત રૂ।. ૭૦,૦૮૦ ના મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...